પ્રેરિતોનાં ક્રત્યો Chapter 26 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 26:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે

પ્રેરિતોનાં ક્રત્યો 26:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;

પ્રેરિતોનાં ક્રત્યો 26:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.

પ્રેરિતોનાં ક્રત્યો 26:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 26:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 26:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે (વચન) ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;

પ્રેરિતોનાં ક્રત્યો 26:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!

પ્રેરિતોનાં ક્રત્યો 26:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?

પ્રેરિતોનાં ક્રત્યો 26:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તો (પ્રથમ) મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.

પ્રેરિતોનાં ક્રત્યો 26:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 26:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 26:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 26:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.

પ્રેરિતોનાં ક્રત્યો 26:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 26:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 26:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.

પ્રેરિતોનાં ક્રત્યો 26:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,

પ્રેરિતોનાં ક્રત્યો 26:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 26:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.

પ્રેરિતોનાં ક્રત્યો 26:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.

પ્રેરિતોનાં ક્રત્યો 26:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 26:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;

પ્રેરિતોનાં ક્રત્યો 26:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એટલે કે ખ્રિસ્ત (મરણની) વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.

પ્રેરિતોનાં ક્રત્યો 26:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 26:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.

પ્રેરિતોનાં ક્રત્યો 26:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 26:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો (ની વાતો) પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 26:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 26:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”

પ્રેરિતોનાં ક્રત્યો 26:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;

પ્રેરિતોનાં ક્રત્યો 26:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”

પ્રેરિતોનાં ક્રત્યો 26:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 26 (ASV) »
King James Version (KJV)
Acts 26 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 26 (GW) »
Berean Bible (BSB)
Acts 26 (BSB) »
World English Bible (WEB)
Acts 26 (WEB) »
French Bible (LSG)
Actes 26 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 26 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 26 (RVA) »
Italian Bible (RIV)
Atti 26 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 26 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 26 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 26 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 26 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 26 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 26 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 26 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List